લાઈટબિલની ઉઘરાણી કરવા ગયેલ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરનાર 4 શખ્સ વિરુદ્ધ ફરિયાદ

આ અંગે વશીમ અકરમ અયુબ સમાએ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, આજ તેઓ પ્રહલાદસિંહ ઝાલા સાથે લાઈટબિલ રિકવરીની કામગીરી અર્થે હીમતપુરા વિસ્તારમાં અબ્દુલ મુસા હઝા તથા મુસા ભચું હઝાને ત્યાં ગયેલ હતા. આ દરમિયાન તેઓએ લાઈટબિલ ભરવાની ના પાડતા ફરિયાદીએ તેમણે જાણાવેલ કે બિલ નહિ ભરો તો કનેક્શન કાપી નાખવામાં આવશે છતાં પણ તેઓ લાઇટ બિલ ભરવા તૈયાર થયા ન હતા. જેથી ફરિયાદી કનેક્શન કાપવા ગયેલ ત્યારે નીચે ભેગા થયેલ હાજી મુસા ખલીફા, અનવર મુસા ખલીફા ફરિયાદી તથા તેના સાહેદ સાથે મારામારી કરવા લાગ્યા હતા. તેમજ રઝાક ઇબ્રાહિમ ચૌહાણ તથા ઈરફાન હારુન ખલીફાએ ગાળો આપી કહ્યું હતું કે, કનેક્શન કાપવાનું નથી જો લાઇટ કનેક્શન કાપી નાખશો તો જાનથી મારી નાખીશું. પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.