આદિપુરમાં મોબાઇલની ચીલઝડપ કરનાર લૂંટારુ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

આ અંગે આદિપુરમાં રહેતા મુકેશ ભદ્રીનાથ પરમારે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગઈ કાલે રાત્રે તેઓ પોતાના માલીકીની MP-09-mb-5774 બાઈક દ્વારા ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના આશરે નવેક વાગ્યાના અરસામાં તેઓ ઓધવપાર્ક સોસાયટી એરપોર્ટ રોડ નાયરા પેટ્રોલપંપની સામેના ભાગે પહોચ્યા તે દરમિયાન ફરિયાદીના ફોન પર ફોન આવતા તેઓ બાઈક ઊભું રાખી ફોન પર વાત કરી રહ્યા હતા. તે સમયે પાછળથી આવેલ અજાણ્યા બાઈક ચાલક શખ્સે ફરિયાદીના હાથમાં રહેલ મોબાઈલ ફોન ઝૂંટવી લઈ બાઈક દ્વારા નાસી ગયો હતો. અંજાર પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.