પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. પ.કચ્છ

એલ.સી.બીની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન નેત્રા ગામના બસ સ્ટેશન પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, નેત્રા ગામના સોઢાવાસમાં રહેતો ગુલાબસિંહ રાણુભા જાડેજા બાવળોની ઝાડીમાં ઈંગ્લિશ દારૂ રાખી વેપલો કરે છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી ગુલાબસિંહ રાણુભા જાડેજાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 6 દારૂની બોટલ તથા 20 બીયર ટીન મળી 4100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે પકડાયેલ આરોપીને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતાં આ જથ્થો ચારેક દિવસ પૂર્વે ખાનાયમાં રહેતો જીતુભા મંગલસિંહ સોઢા આપી ગયો હોવાની કેફિયત આપી હતી. જોકે દરોડા દરમિયાન આરોપી જીતુભા મંગલસિંહ સોઢા હાજર મળી આવ્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.