ઝરપરામાં જાહેરમાં જુગાર રમતા 3 જુગારીઓ ઝડપાયા

મુન્દ્રા પોલીસ પ્રોહી તથા જુગારના કેસો શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઝરપરા ગામે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ઝરપરા ગામની સ્કૂલ પાસે ખુલ્લામાં અમુક શખ્સો ગંજીપાના વડે તીનપત્તીનો હરજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 1260 કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ:

  1. કાકુભાઈ ભારાભાઈ ગીલવા ઉ.વ.38 રહે. ઝરપરા
  2. નાનશી ઉર્ફે બુધ્ધાભાઈ દામજીભાઇ પીંગળ ઉ.વ.56 રહે. ઝરપરા
  3. કરશનભાઈ જાખાભાઇ મીંઢાણી ઉ.વ.60 રહે. ઝરપરા