ગણતરીના સમયમા ઘરફોડ ચોરીનો વીઝીટેબલ ગુનો ડીટેકટ કરી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી આદિપુર પોલીસ.                  

bbcc97c1-8c93-4d30-b1ad-ce44c2edf707

  આદિપુરના છ વાળી વિસ્તારમાં પૂર્વ નગરસેવિકાનો પરિવાર ઘર બંધ કરીને લગ્નની ખરીદી માટે અમદાવાદ ગયો પાછળ તસ્કરોએ ઉપરના માળના દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશી કબાટમાંથી રૂ.૨.૫૦ લાખ રોકડ, સોના-ચાંદીના દાગીના, ઘડીયાળો અને ૩ મોબાઇલ સહિત કુલ રૂ.૫.૫૪ લાખની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના આદિપુર પોલીસ મથકે નોંધાયા બાદ પોલીસે ગણતરીનાં કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી આ ચોરીનાં ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે ભુકંપનગર કિડાણાનાં સોહિલ સતારભાઈ દલ, અને ઈદગોર ઝુપડપટ્ટી મેઘપર કુંભારડીનાં દાઉદ ઉર્ફે દવલો ઉર્ફે નજીયો અલીમામદને પકડી પાડી તેમની પાસેથી રૂ.૨૨,૦૦૦ ની રીયલ ડાયમન્ડની બે વીંટી, રૂ.૨૨,૦૦૦ ની સોનાની બે સૈર, રૂ.૮૦ હજારની સોનાની રૂદ્રાક્ષની માળા, રૂ.૧૨,૦૦૦ની સોનાની બુટી નંગ ૧, રૂ.૧૧ હજારની સોનાની ગીની વીટી, રૂ.૨૦ હજારનું સોનાના બેલ્ટ વાળું લેડિઝ ઘડીયાળ, રૂ.૨૦ હજારના ચાંદીના સાંકળાની બે જોડ, એન્ડ્રોઈડ ફોન નંગ ૧ તેમજ રોકડ ૭૨૭૦- રીકવર કર્યો હતો. આ કામગીરીમાં આદિપુર પોલીસ મથકનાં પીએસઆઈ બી.વી.ચુડાસમા, એ.એસ.આઈ ભુપતસિંહ જાડેજા, સંગીતાબેન સાલીયા, દિનેશભાઈ પરમાર, પો.હેડ.કોન્સ. વનરાજસિંહ દેવલ, ધર્મેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ હડીયોલ, રાજુભાઈ મકવાણા, ભરતભાઈ કાનગડ, નાનજીભાઈ ચાવડા, પો.કો.હરદેવસિંહ ચુડાસમા, મહેશભાઈ ઘોઘોળ, ભરતભાઈ ગવારીયા સહિતનાં જોડાયા હતા.