ગાંધીધામ એલ.સી.બી.ની ટીમે 2 સ્થળે દરોડો પાડી 1,57,700નો શરાબ ઝડપ્યો
ગાંધીધામ એલ.સી.બી.ની ટીમને પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીના આધારે 2 સ્થળે રેડ પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન બાદરગઢ ગામના પાટિયા પાસે આવતા તેમને બાતમી મળી હતી કે,છોટા હાથી વાહન રાજીનં. GJ12-BV-0484માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલમાં તે વાહન બાદરગઢ તરફ આવી રહ્યું છે. પોલીસ બાતમીના આધારે વોચમાં ગોઠવાઈ ગઈ હતી તે દરમિયાન ઉપરોક્ત બાતમી હકીકત વાડું વાહન આવતા પોલીસે તેને ઈશારો કરી અટકાવ્યો હતો. જેમાં 3 શખ્સો સવાર હતા. પોલીસે વાહનની તલાસી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 96 બોટલો મળી આવી હતી. પોલીસે ત્રણેય આરોપીની અટકાયત કરી 96 બોટલ કિ.રૂ.33,600નો શરાબનો જથ્થો તેમજ 3 મોબાઈલ ફોન કિ.રૂ.15,000 તેમજ છોટા હાથી વાહન કિ.રૂ.1,00,000 મળી કુલ કિ.રૂ.1,48,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો રાપરમાં રહેતા હેમત કોલી પાસેથી વેચાણ અર્થે લીધું હોવાની કેફિયત આપી હતી. જોકે દરોડા દરમિયાન આરોપી હેમત હાજર મળી આવ્યો ન હતો.
પકડાયેલ આરોપીઓ:
- ભરત ઉર્ફે કાનો ભગવાનદાસ રામાનંદી ઉ.વ.24 રહે. ભચાઉ
- નયનભાઈ જેઠાભાઈ ખાણીયા ઉ.વ. 24 રહે. ભચાઉ
- સુરેશ નાનજીભાઈ પરમાર ઉ.વ.23 રહે. ભચાઉ
તો બીજો દરોડો નીલપર ગામની સીમમાં આવેલ વાડીમાં પાડવામાં આવ્યો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળેલ હતી કે, રમેશ કુંભા રાકાણીએ પોતાના કબજાની વાડીમાથી દારૂનો જથ્થો ભરાવેલ છે. જેથી પોલીસે કાર્યવાહી કરવા ઉપરોક્ત વાડી પર રેડ પાડી હતી. વાડીમાં તપાસ કરતાં વાડીમાં આવેલ ઓરડિમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 750 મીલીની 48 બોટલ કિ.રૂ.16,800 તથા ક્વાટરિયા નંગ 837 કિ.રૂ.83,700 તથા બીયર ટીન નંગ 236 કિ.રૂ.23,600 મળી કુલ કિ.રૂ. 1,24,100નો જથ્થો મળી આવાયો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.