માનકૂવામાં ખનિજચોરી પકડાવાની બાબતે યુવાન પર જીવલેણ હુમલો…
ભુજ તાલુકાના માનકૂવામાં ખનિજચોરી બાબતે બાતમી આપવા અંગે મનદુ:ખ રાખી ત્રણ શખ્સે યુવાનની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ અંગે જાકબ જુમા જત (ટાંકણાસર)આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દર્જ કરાવી હતી. ફરિયાદીએ આરોપીઓની ટ્રક ગેરકાયદે રેતીચોરીમાં પકડાવી હતી તે અંગેનું મનદુ:ખ રાખી હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર આ બનાવ બપોરે 3.30 વાગ્યાના અરસામાં માનકૂવા દાડમ માર્કેટની સામે બન્યો હતો. આરોપીઓએ કોડકી ખાતે દાઉદ મામદ જત, જુસબ જુમા જત અને ઓસમાણ મામદ જત ગત બપોરના અરસામાં સ્વિફટ કારમાં આવીને ફરિયાદી જાકબ જુમા જત (ટાંકણાસર)ને અટકાવ્યો હતો. આરોપીઓએ ખોટી ફરિયાદ કરજે નહીં, નહીં તો પતાવી નાખશું તેવી ધમકી આપી હતી. ઉપરાંત ફરિયાદીનો કોલર પકડીને ધકબુશટનો માર માર્યો હતે. ધાકધમકીથી ડરેલા યુવાને અરજી પણ આપી હતી.ફરિયાદી બપોરે માનકૂવા આવ્યો હતો, ત્યારે આરોપીઓએ મારી નાખવાના ઈરાદાથી કાર બાઈક સાથે ટકકરાવી હતી. આ બનાવમાં યુવાનને હાથ- પગમાં ઈજાઓ થઈ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.