ભુજ જી.કે જનરલ હોસ્પિટલના પાર્કિંગમાથી રિક્ષાની ઉઠાંતરી
ભુજ જી.કે જનરલ હોસ્પીટલમાં પાર્કિંગમાં પાર્ક કરેલ રિક્ષાની ચોરી થઈ જવાની ઘટના ભુજ બી-ડિવિઝન પોલીસ ચોપડે નોંધાઈ છે.
પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર ચોરીની આ ઘટના ઘટના ગઈ કાલે સવારના સાતેક વાગ્યાના અરસામાં બની હતી.આ અંગે ફરિયાદી નાનજી વાલજીભાઈ મહેશ્વરીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, 6-4ના સાંજના સાતેક વાગ્યે તેમના ટ્રેક્ટરના ડાઇવરના પિતાને સારવાર અર્થે પોતાની માલીકીની GJ-12-BT-2800 રિક્ષામાં લાવ્યા હતા. રિક્ષા જનરલ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલ હતી. સવારે સાતેક વાગ્યે તેમના ડ્રાઈવર કાનજી રામજી મહેશ્વરી નીચે આવતા પાર્કિંગમાં પાર્ક કરેલ રિક્ષા નજરે પડ્યું ન હતું. જેથી તેઓએ સીસી ટીવી ફૂટેજ તપાસતા એક શખ્સ રિક્ષા પ્રથમ ગેટ તરફ લઈ જતો નજરે પડ્યો હતો. રિક્ષાની કિ. 1 લાખ આંકવામાં આવી છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.