વણ શોઘાયેલ પવનચક્કી કેબલ ચોરી શોઘી કાઢી કેબલ ચોરી કરતી ગેંગને પકડી પાડતી સામખીયારી પોલીસ.
ભચાઉ તાલુકાના જંગી ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી રૂ.39 હજારની કિંમતનો કેબલ ચોરી થયો હોવાની ફરિયાદ સિક્યુરીટી સુપરવાઇજરે સામખિયાળી પોલીસ મથકે નોંધાવ્યા બાદ ગણતરીના કલાકોમાં સ્થાનિક પોલીસે આ કેબલ ચોરી કરનાર ગેંગના 8 શખ્સોને પકડી તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. સિનિયર પીએસઆઇ વાય.કે.ગોહિલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, જંગી ખાતે રહેતા અને સુઝલોન કંપનીમાં આર્મ સ્ટ્રોક સિક્યુરિટી સર્વિસમાં સિક્યુરીટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વેરશીભાઇ પચાણભાઇ વરીયાએ તા.31/3 ના રોજ જંગી સીમમાં આવેલી પવનચક્કી નંબર એસ-12 અને પવનચક્કી નંબર એસ-13 માંથી રૂ.39,000 નો કેબલ ચોરાયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ ચોરીને અંજામ આપનારને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા તે દરમિયાન તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કેબલ ચોરી કરનાર ગેંગના અમરશી ભચુભાઇ કોલી, અશુ ઉર્ફે અશોક જીવણભાઇ કોલી, મેરા હરજીભાઇ કોલી, વિક્રમ તેજાભાઇ કોલી, જીવણ લાખાભાઇ કોલી, રમેશ રામાભાઇ કોલીલખમણ જીવણભાઇ કોલી અને અરજણ ઉર્ફે અજય જીવણભાઇ કોલીને પકડી લઇ ચોરી કરેલો રૂ. 39,000 નો કેબલ રિકવર કરી ચોરીમાં ઉપયોય કરેલી બે બાઇક અને ધારિયા સહિત કુલ રૂ. 66,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ કામગીરી સીનીયર પોલીસ સબ ઇન્સપેકટર વાય.કે.ગોહિલ સાહેબની સુચનાથી પો.હે.કો.સુભાશચંદ્ર એલ રાજગોર,નરેશભાઇ જી રાઠવા, પો.કોન્સ ભારુભાઇ વ્યાસ,મયુરસિંહ જાડેજા, મહીપાલસિંહ જાડેજા અને સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .