મોટા કપાયાની હોટેલ પરથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
પશ્ચિમ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) બાતમીના આધારે કાર્યવાહી કરી મુંદરા તાલુકાના મોટા કપાયાના ધોરીમાર્ગ પરના હોટેલ પરથી માદક ગાંજાના 965.9 ગ્રામના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
આ અંગે પોલીસના સત્તાવાર સાધનો માથી મળતી માહિતી અનુસાર એસ.ઓ.જી.ની ટીમને બાતમી મળી હતી કે, આરોપી ફકીરમામદ ઓસમાણ સુરંગી (રહે. મોટા કપાયા) પોતાની કબજાની મોટા કપાયા-પ્રાગપર ધોરીમાર્ગ પરની હોટલમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખેલ છે. આથી એસ.ઓ.જી.ની ટીમે કાર્યવાહી કરવા ઉપરોક્ત બાતમી સ્થળ પર દરોડો પાડી આરોપી ફકીરમામદને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની હોટેલની તલાસી લેતા કાઉન્ટરના ખાના માથી 965.9 ગ્રામ કિં. રૂા. 9659નો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 9659નો ગાંજાનો જથ્થો , એક મોબાઇલ કિં. રૂા. 5000 અને રોકડા રૂપિયા 200 એમ કુલ રૂા. 14,859નો મુદ્દામાલ હસ્તગત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પકડાયેલ આરોપી:
- ફકીરમામદ ઓસમાણ સુરંગી ઉ.વ. 65 રહે. મોટા કપાયા