ભુજ માધાપર હાઇવે પર ટ્રકે મહિલાને અડફેટે લેતાં મહિલાનું મોત નીપજયું

ભુજ થી માધાપર તરફ જતા ગ્રાન્ડ થ્રીડી હોટલ સામે સાંજે ટ્રકે એક મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત નીપજયું હતું. 

આ અંગે પોલીસના સત્તાવાર સાધનો માથી મળતી માહિતી અનુસાર 40 વર્ષીય મહિલા સતીબેન દેવાભાઇ રાણા (ભીલ)ને એક ટ્રકે કચડી નાખતા તેમનું મોત નીપજ્યું હતું.  સાંજે ભુજથી માધાપર તરફ જતા ધોરીમાર્ગ પર ગ્રાન્ડ થ્રીડી હોટલની સામે પૂરઝડપે અને બેદરકારીથી જઈ રહેલ ટ્રક જી.જે. 38 ટી. 8101એ રસ્તા પર જઈ રહેલા સતીબેનને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મોત નીપજયું હતું. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.