કકરવા – ખારોઈ નજીક કારમાંથી 33 હજારનો શરાબ ઝડપાયો

ભચાઉ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, કકરવાનો હિતેષ વાલા મણકા સફેદ કલરની અલ્ટો કારમાં દારૂ ભરી માય ગામ તરફ આવવાનો છે. બાતમીના આધારે પોલીસ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. ઉપરોક્ત બાતમી હકીકત વાડી કાર આવતા આવતા પોલીસે કારણે અટકાવી 17 વર્ષીય સગીર હિતેષ વાલા મણકાને પકડી પાડ્યો હતો. પોલીસે કારની તલાસી લેતા ભારતીય બનાવટના વિદેશીદારૂના 336 ક્વાટરિયા મળી આવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી 33,600નો શરાબ અલ્ટો કાર 3,00,000 તથા મોબાઈલ ફોન કિ.રૂ.5000 મળી કુલ,કિ.રૂ.3,38,600નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતાં આ દારૂ ગેડીના શૈલેશ ઉર્ફે ભાણુભા સોઢાએ આપ્યો હોવાની કેફિયત આપી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.