ધ્રોબાણાના હુસેનીવાંઢમાં બોલેરો તળે આવી જતાં 8 વર્ષીય બાળકનું મોત

 

 

ધ્રોબાણા પાસેની હુસેનીવાંઢમાં સવારે બોલેરોએ પગે જઈ રહેલા આઠ વર્ષીય માસૂમ બાળક અલ્તાફ અજીજ સમાને અડફેટે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ અંગે હુસેનીવાંઢ-ધ્રોબાણાના અજીજ મામદ્રીમ સમાએ ખાવડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, સવારે 8.30 વાગ્યાના અરસામાં તેમનો આઠ વર્ષીય પુત્ર નાસ્તો લેવા જઈ રહ્યો હતો તે દરમિયાન મહિન્દ્રાની બોલેરો કેમ્પર ગાડી નં. જી.જે.-12-ડી.એમ.-8665વાળાના ચાલક રાણા રતા મારવાડા (રહે. કુરન, તા. ભુજ)એ પોતાના કબ્જાની જીપ પૂરપાટ-બેદરકારીથી ચલાવી ફરિયાદીના પુત્ર અલ્તાફને અડફેટે લીધો હતો. આ ઘટનામાં અલ્તાફ્ને માથાં તેમજ કપાળના ભાગે ગંભીર ઇજાઑ પહોચતા ખાવડા સરકારી હોસ્પિટલ મધ્યે સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં આ માસુમ બાળકનું મોત નીપજયું હતું. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.