ગાંધીધામમાં ઊભેલા ટ્રેઇલરમાં ધડાકો થતાં યુવાન દાઝયો
ગાંધીધામ શહેરનાં કાસેઝ નજીક તુણા જતા માર્ગે નીલકંઠ પાર્કિંગ ઝોન પાસે ઊભેલા ટ્રેઇલરની કેબિનમાં ધડાકો થતાં એક યુવાન દાઝી ગયો હતો. કંડલા બંદર પરથી ટ્રેઇલર નંબર આર.જે. 06 જી.સી. 9083નો ચાલક દુર્ગેશ જાટ કોલસા ભરીને તા. 10-4ની રાત્રે નીકળ્યો હતો. બાજુમાં તુણા જતા માર્ગ નજીક નીલકંઠ પાર્કિંગ ઝોન પાસે તે શીલ અને જીપીએસ લગાવવા ઊભો રહ્યો હતો. દરમ્યાન તે ગાડીની કેબિનમાં સૂઇ ગયો હતો. તેવામાં સવારના ભાગે આ ગાડીની કેબિનમાં ધડાકો થતાં ચાલક દુર્ગેશ ગંભીર રીતે દાઝી ગયો હતો. સાથે કેબિન પણ તૂટી ગઇ હતી. દાજી ગયેલા યુવાનને સારવાર અર્થે લઇ જવાયો હતો. પવન રામલાલ ધાડકે બનાવની’ જાણ બી ડિવિઝન પોલીસમાં કરી હતી. પોલીસે એફ.એસ.એલ. સહિતની મદદથી આગળની તપાસ હાથ ધરી છે.