અંતરજાળમાં જુગાર રમતા ચાર ખેલી ઝડપાયા
ગાંધીધામ તાલુકાના અંતરજાળમાં બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર ખેલતા ચાર ખેલીને આદિપુર પોલીસે પકડી પાડી રૂા. 22,160 જપ્ત કર્યા હતા. અંતરજાળના બસ સ્ટેન્ડ પાછળ કેબિનો આગળ ખુલ્લી જગ્યામાં જુગાર રમાઇ રહ્યો હતો તેવામાં પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન ગામના આકાશ રમેશ મજેઠિયા, હિતેશ ચના જાટિયા, શંભુ દેવજી આહીર તથા આદિપુરના ગુરુમુખદાસ વિરૂમલદાસ સતવાણીને પકડી પાડવામાં આવ્યા હતા. ગંજીપાના વડે નસીબ અજમાવતા અને પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 22,160 તથા ગંજીપાના જપ્ત કરાયા હતા.’.