ભચાઉ પોલીસે 2 સ્થળે દરોડા પાડી કિ.રૂ.16,875ના શરાબ સાથે 2 શખ્સોને ઝડપ્યા

ભચાઉ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે રોડ પર આવેલ ગુરુ અમરદાસ ખાલસા હોટલ ભચાઉ વાડો લવપ્રિતસિંઘ પ્રતાપસિંઘ જાટ પોતાના હોટલની બાજુમાં આવેલ ઓરડીઓમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેપલો કરી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ઉપરોક્ત હોટલ પર રેડ પાડી આરોપી લવપ્રિતસિંઘ પ્રાતાપસિંઘ જાટ ને પકડી પાડ્યો હતો. પોલીસે હોટલની પાસે આવેલ ઓરડીમાં પ્રવેશ કરી ઓરડીની ઝડતી તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 23 નંગ બોટલો કિ.રૂ.8625નો શરાબ મળી આવ્યો હતો. આ કામગીરીમાં પો કોન્સ. ઈકબાલખાન રસુલ ખાન તથા બાળભદ્રસિંહ જશવંતસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભાવેશ બળવંતજી ડાભીનાઓ જોડાયા હતા. 

પકડાયેલ આરોપી:

  1. લવપ્રિતસિંઘ પ્રતાપસિંઘ જાટ ઉ.વ.21 રહે. ભચાઉ

બીજો દરોડો ભચાઉ સામખીયાળી નેશનલ હાઈવે રોડ પર આવેલ લવજીતસિંઘ રતનસિંઘ જાટની સતલુજ હોટલ પર પાડવામાં આવ્યો હતો. પોલીસે હોટલની ઓરડી પર દરોડો પાડી 22 બોટલ કિ.રૂ,8250નો શરાબ પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી લવજીતસિંઘ રતનસિંઘ જાટની અટકાયત કરી દારૂનો 8250નો શરાબ હસ્તગત કર્યો હતો. આ કામગીરીમાં પો હેડ કોન્સ.પ્રવિણકુમાર રામતીરથભાઈ પાશી તથા પો.કોન્સ. દિનેશભાઈ જોધાજી ગજ્જર તથા પો.હેડ. કોન્સ. વિજયભાઈ રાજાભાઈ ડાંગર સહિતનાઓ જોડાયા હતા.

પકડાયેલ આરોપી:

  1.  લવજીતસિંઘ રતનસિંઘ જાટ ઉ.વ. 28

પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.