બાદરગઢમાં જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા એક ફરાર: 1,76,200નો મુદામાલ જપ્ત

રાપર પોલીસને મળેલ બાતમીના આધારે દરોડો પાડી 11 પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે એક આરોપી નાશી છૂટ્યો હતો.

રાપર પોલીસને પેટ્રોલીંગ દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, બાદરગઢગામમાં આવેલ ભભુતગીરી બાપુજીના મંદિરની આગળ ઝાડ નીચે ઓટલા પર જાહેરમાં અમુક શખ્સો ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી 11 શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે એક આરોપી નાસી ગયો હતો. પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 30,200 તથા 10 મોબાઈલ ફોન કિ.રૂ.36000 તથા 3 મોટરસાઈકલ કિ.રૂ.110000 મળી કુલ કિ.રૂ.176200નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં પો.કોન્સ. પ્રકાશભાઈ કેવદાભાઈ ચૌધરી તથા પો.કોન્સ મનહરભાઈ માલાભાઈ ચૌધરી તથા પો.કોન્સ. કમલેશભાઈ ચાવડા તથા પો.કોન્સ.પ્રવીણભાઈ હડિયલ તથા પોલીસ હેડ કોન્સ. વશરામભાઈ દેવરામભાઈ ચૌધરી સહિતનાઓ જોડાયા હતા.

પકડાયેલ આરોપીઓ:

  1. જગુ સવજી રાઠોડ ઉ.વ.36 રહે. આધોઈ
  2. સુરેશ જીવા કોલી ઉ.વ. 40 રહે. આધોઈ
  3. અરજણ રામા ઢીલા ઉ.વ.42 રહે. રામવાવ
  4. પ્રકાશ વેલા કોલી ઉ.વ.20 રહે. બાદરગઢ
  5. હિરેન અમરસી કોલી ઉ.વ.20 રહે. લાકડીયા
  6. ઈશ્વર તુલસી કોલી ઉ.વ. 38 રહે.આધોઈ
  7. જાનમામદ હાજી રાઉમા ઉ.વ.47 રહે. આધોઈ
  8. રમેશ જેમલ કોલી ઉ.વ.34 રહે. લાકડિયા
  9. ઈશ્વર કચરા કોલી ઉ.વ.30 રહે. જંગી
  10. અજાભાઈ વિરમાભાઇ ભરવાડ ઉ.વ.30 રહે. બાદરગઢ
  11. રાયસી દેસર કોલી ઉ.વ.42 રહે. આધોઈ

ફરાર આરોપી:

  1. સજુભા અજીતસિંહ જાડેજા રહે. આધોઈ