પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ-કચ્છ ગાંધીધામ
ગાંધીધામ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લાકડિયા સામખિયારી હાઈવે રોડથી અંદર ગેલાસરી સીમ વિસ્તારમાથી પસાર થતી હાઈ વૉલ્ટેજ લાઈન પ્રથમ ટાવર પાસે પડતર જગ્યામાં બાવળોની ઝાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પડેલ હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીવાળા સ્થળ પર છાપો મારતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 84 બોટલ મળી આવી હતી. પોલીસે 29,400નો શરબનો જથ્થો કબ્જે કરી આરોપીને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા.