ખરોઈ થી મનફરા માર્ગ પર આવેલ વાડીમાથી 25,200નો શરાબનો જથ્થો ઝડપી પાડતી ભચાઉ પોલીસ
ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મનફારામાં રહેતો પ્રકાશ પ્રેમા કોલી ખારોઈ થી મનફરા જતી કેનાલ ની ડાબી બાજુ આવેલ રાવસારી વાડી વિસ્તારમાં આવેલ પોતાની માલીકીની વાડીમાં અંગ્રેજી દારૂનો જથ્થો જમીનમાં સંતાડેલ છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ઉપરોક્ત સ્થળ પર છાપો મારતા ભારતીય બનાવટની વિદેશી દારૂ મેકડોવેલ્સ નં.1 ની કુલ 12 બોટલો કી.રૂ.4500 તથા વોડકાના ક્વાટરિયા નંગ 207 કી.રૂ. 20,700નો જથ્થો મળી આવ્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે દારૂનો જથ્થો હસ્તગત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.