ભુજ-બરેલી ટ્રેનમાં પાંચ વર્ષીય બાળકીના હાથમાથી મોબાઇલની કરાઈ ચીલઝડપ
આ અંગે ગાંધીધામ રેલવે પોલીસ મથકે આદિપુરના રીતુબેન વીરેન્દ્રસિંહ ઇન્દ્રાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, 13મીના તેઓ આદિપુરથી વ્યાવર ભુજ-બરેલી ટ્રેનમાં જઇ રહ્યા હતા અને સાસુની સીટ અન્ય કોચમાં હોવાથી ગાંધીધામ રેલવે મથકે સીટ બદલી રહ્યા હતા તે દરમિયાન તેની પાંચ વર્ષની દીકરીના હાથમાં રહેલો ઓપોનો મોબાઇલ ફોન કિ. રૂા. 15 હજારની કોઇ અજાણ્યા શખ્સ ચોરી ગયેલ હતો. પોલીસે અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.’