સુખપરમાં જુગાર રમતા 5 જુગારીઓ પાંજરે પુરાયા
માનકુવા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, દેવસીભાઈ પ્રેમજીભાઈ હાલાઈની વાડીની પાસે પાંચ ઇસમો જાહેરમાં ગંજી પાનાં વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડતા પાંચ શખ્સો જુગાર રમતા જોવા મળી આવ્યા હતા. પોલીસે પાંચેય શખ્સોની અટકાયત કરી આરોપીઓ પાસેથી 3130 રૂપિયા રોકડા તથા 4 મોબાઈલ ફોન કિ.રૂ.2000 મળી કુલ કિ.રૂ.5130નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- નારાણ વાલજી હીરાણી, ઉ.વ. 54 રહે. સુખપર
- હીરજી લાલજી ભુવા, ઉ.વ. 50 રહે. સુખપર
- મહેન્દ્રકુમાર ઉર્ફે બાબુભાઇ રવજીભાઇ સોની, ઉ.વ.59 રહે. સુખપર
- લાલજી રાયસી ભટ્ટ ઉ.વ.40 રહે. સુખપર
- દાઉદ હુસેન હજામ ઉ.વ.55 રહે. કલ્યાણપર