નાના કપાયામાં જુગાર રમતા 2 જુગારીઓ ઝડપાયા, 2 ફરાર
મુન્દ્રા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે 2 નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન નાના કપાયાના બસ સ્ટેશન પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જિંદાલ કંપનીના ગેટની સામે આવેલ બાવળોની ઝાડીમાં અમુક શખ્સો ગંજીપાના વડે તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે 2 નાસી છૂટયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 7110 તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.7610નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ:
- રફીક કારુભાઈ ચાકી ઉ.વ.43 રહે. મોટા કપાયા
- રામજીત કંપુશા ગુપ્તા ઉ.વ.53 રહે. નાના કપાયા
ફરાર આરોપીઓ:
- આસ્પન ઉર્ફે આશો ગઢવી રહે. નાના કપાયા
- બાલુ મહેશ્વરી રહે. નાના કપાયા