માંડવીના ભાડામાં ઘર પાસેના રસ્તા પરથી પસાર થવા બાબતે યુવક પર કરાયો તલવાર વડે હુમલો

માંડવીના ભાડામાં ઘર પાસેના રસ્તા પરથી પસાર થવા બાબતે યુવક પર કરાયો તલવાર વડે હુમલો

માંડવી તાલુકાના ભાડા ગામમાં ઘર પાસેના રસ્તા પરથી પસાર થવા બાબતે તલવારથી હુમલો કરી ઇજા પહોચાડી હોવાની ઘટના માંડવી પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે 25 વર્ષીય મોહનભાઇ સામતભાઇ ગઢવીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે,  તે 22/4ના સમાજના સમૂહલગ્નમાંથી બપોરે પરત પોતાના ઘરે જઇ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં આરોપી ગોવિંદ નારાણ ગઢવી અને તેનો ભાઇ કાનિયાએ પોતાના ઘરમાંથી તલવાર અને ધારિયું લઇ બહાર નીકળી કહ્યું કે, તને શેનો પાવર છે, તું અહીંથી શા માટે પસાર થયો તેમ કહી ગાળાગાળી કરવા લાગ્યા જેથી ફરિયાદીએ ગાડો બોલવાની ના પાડતા આરોપીએ ઉ ફરિયાદીના પેટમાં તલવાર તથા માથાંમાં ધારિયું મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.