પાલારા જેલમાંથી ફરી એકવાર ત્રણ મોબાઇલ અને એક સીમ મળ્યો હોવાનો બહાર આવ્યો
પાલારા ખાસ જેલમાં મોબાઇલ મળવાના બનાવો અવાર-નવાર સામે આવતા રહેતા હોય che, ત્યારે ફરી એક વાર ત્રણ મોબાઇલ અને એક સીમકાર્ડ મળ્યા હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ઝડતી ગ્રુપ-2ના ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક ઘનશ્યામભાઇએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, ગઇકાલે પાલારા ખાસ જેલની તલાસી લેવાઇ રહી હતી તે દરમિયાન કાચા કામના કેદી મનીષ હરિલાલ ગોરને એક નોકિયા મોબાઇલ અને બીએસએનએલના ચાલુ સીમ સાથે ઝડપી પડવામાં આવ્યા હતા. જેલમાં તલાસી દરમ્યાન બિનવારસુ હાલતમાં સંતાડાયેલા અન્ય બે નોકિયા કંપનીના મોબાઇલ પણ મળી આવ્યા હતા.
આ રીતે ખાસ જેલમાથી મળી આવેલ જેલ પ્રતિબંધિત મોબાઇલ ફોનો એફ.એસ.એલ.ખાતે મોકલી ચકાસણી કરવામાં આવે તો ઘણી બાબતોનો ખુલાસો થઇ શકે તેમ છે. તેમજ આ ફોનો દ્વારા ગુનાહિત પ્રવૃતિ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે કે કેમ? ઉપરોકત જેલ પ્રતિબંધિત વસ્તુ જેલ ની અંદર કેવી રીતે ઘુસાડવામાં આવેલ છે તેમજ ઘુસાડવામાં જેલ ખાતાના કોઇ કર્મચારી કે અન્ય કોઇ સંડોવાયેલ છે કે કેમ? આ અંગે ઉડાણપુર્વકની ઘનિષ્ઠ તપાસ થવી અનિવાર્ય હોવાનું ચરચાઇ રહ્યું છે