રાપર નજીક નંદાસર પાસે દારુ નો જથ્થો નાશ કરવામા આવ્યો

આજે વાગડ વિસ્તારના રાપર બાલાસર ખડીર ગઢડા પોલીસ મથક ના વિસ્તારોમાં થી પોલીસ તંત્ર દ્વારા પકડવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારુ નો જથ્થા નો આજે રાપર તાલુકા ના નંદાસર નજીક આવેલા પડતર જમીન પર નાશ કરવા મા આવ્યો હતો જેમાં બાલાસર પોલીસ સ્ટેશન

7.63310/=

 ખડીર પોલીસ સ્ટેશન

 2,30,700/

 રાપર પોલીસ સ્ટેશન

1,25,54,744-

ત્રણેય પોલીસ સ્ટેશન નો મળી ને કુલ રૃપિયા 1.35.45.856/= નો મુદામાલ સાથે બિયર દારૂ ની કુલ 89502 બોટલ નો નાશ કરવા મા આવ્યો હતો ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્ય વંશી ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા  પ્રોબેશન ડીવાયએસપી પી જે રેણુકા પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી બાલાસર પીએસઆઇ ડી એલ ખાચર ખડીર પીએસઆઇ કે. ડી રાવલ  નશાબંધી શાખા ના પીઆઇ એ. બી. ગણાવા સહિત નો પોલીસ સ્ટાફ ચુસ્તપણે બંદોબસ્ત વચ્ચે રોડ રોલર ફેરવી દેવાયું જેના લીધે દારૂ બિયર ની નદી વહેતી જોવા મળી હતી તો દારૂ નો નાશ થતો જોઇ અનેક પ્યાસી ચાતક નજરે જોઇ રહ્યા હતા અને દારુ નો જથ્થો જોઇ જીભ લબકારા મારતી જોવા મળી હતી આમ આજે દારુ નો જથ્થો અધિકારીઓ ની ઉપસ્થિત મા નાશ કરવા મા આવ્યો હતો