મોરબીમાં રહેતો પરિવાર ધાર્મિક વિધિ પ્રસંગે બહારગામ ગયો, પાછળથી ફ્લેટમાં 13.24 લાખની તસ્કરી

મોરબીમાં રહેતો પરિવાર ધાર્મિક વિધિ પ્રસંગે બહારગામ ગયો હોય દરમિયાન વેપારીના બંધ ફ્લેટને નિશાન બનાવી એપાર્ટમેન્ટના ચોકીદાર સહિતના ત્રણ નેપાળીઓએ ફ્લેટમાં ચોરીને અંજામ આપ્યો હતો જેને લાખોની રોકડ અને દાગીના સહીત ૧૩.૨૪ લાખની મત્તા ચોરી કરી હોય જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને તે બનાવ નાં સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.

 આ બાબતે વાત કરીએ તો

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા વૈભવનગર વૈભવ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર- ૫૦૧માં રહેતા વેપારી કમલેશભાઈ નારશીભાઈ હુલાણીએ તેમના એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા મૂળ નેપાળના વતની રાજેશ અને તેમના મકાનમાં ધરકામ કરતી સરિતા રાજેશ તેમજ બાજુના એપાર્ટમેન્ટનો ચોકીદાર ભેરુ ઉર્ફે ભરત વિશ્વકર્મા સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇ તારીખ ૨૨-૪ નાં રોજ વેપારી  ધાર્મિક પ્રસંગે પરિવાર સાથે બહારગામ ગયા હતા. ત્યારે આરોપી મહિલા તેમના ઘરનું કામ કરતી હોય અને ઘરની તમામ બાબતોથી વાકેફ હોય તથા ચોકીદાર રાજેશ પણ એ ઘરની સમગ્ર હિક્ક્ત જાણતો હોય બાજુના ચોકદાર મળીને આ ત્રણેય વ્યક્તિએ વેપારીને બંધ ફેલેટમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો અને ત્રણેય વ્યક્તિઓ વેપારીના બંધ ફ્લેટના બતગરૂમની વેન્ટિંલેશનની બારીના કાચ કાઢી ઘરમાં ત્રાટકયા હતા અને ત્રણેય આરોપીઓએ રોકડા રૂપિયા બાર લાખ પચાસ હજાર  તેમજ સોના ચાંદીના દાગીના અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ રૂપિયા તેર લાખ ચોવીસ હજારનો મુદામાલ ઉઠાવીને ફરાર થઇ ગયા હતા. દરમિયાન વેપારીનો પરિવાર આજે પરત ફરતા ઘરે ચોરી થયાનું જણતા અને પોતાના ઘરમાં કામ કરતી મહિલા તેમજ બન્ને ચોકીદાર ફરાર હોવાનું બહાર આવતા આ ત્રણેય સામે તેઓએ ફરિયાદ નોંધાવી હતી.