મોટા કાંડાગરા પાસે ચાર શખ્સઓએ કારના કાચ તોડી યુવક પર હુમલો કર્યો

મુંદરા તાલુકાના મોટા કાંડગરાની સીમ પાસે ચાર અજાણ્યા શખ્સોએ  કાર ઉપર હુમલો કરી ચાલકને ઇજા પહોચાડી હોવાની ફરિયાદ મુન્દ્રા પોલીસ મથકે નોંધાઈ છે.

મુંદરા પોલીસ મથકે ખાખર (તા. મુંદરા)ની આશિયાના ટાઉનશિપમાં રહેતા 55 વર્ષીય સુબ્રતો સુભાષ ચેટર્જીએ ફરિયાદ નોધાવતા જણાવ્યુ હતું કે, રાત્રે તે કારથી ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન  મોટા કાંડાગરાની સીમ પાસે પહોચતા કોઇ અજાણ્યા ચાર શખ્સો ગાડીથી આવી કોઈ અગમ્ય કારણોસર તેમની કાર ઉપર પથ્થર, ધોકા અને લાકડાના બેટ વડે હુમલો કરી ગાડીના કાચ તોડીને નુકસાન પહોચાડયો હતો. ઉપરાંત ફરિયાદીને માર મારી હાથ-પગમાં ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ચારેય શખ્સો નાસી ગયા હતા. પોલીસે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.