ઝાખા કંઢાં બસ સ્ટેશન પાસે ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલક ઈજાગ્રસ્ત

આ અંગે માનકુવા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર મુન્દ્રાના  ટપ્પરમાં રહેતો દશરથસિંહ ખાનુભા જાડેજા નામનો યુવક GJ-12-ED-6169 બાઈક દ્વારા નોકરી પરથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન ઝાખા કંઢાં બસ સ્ટેશન પાસે પહોચતા GJ-18-AU-8432ના ટ્રક ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે , બેદરકારીથી ચલાવી બાઇકને પાછળથી અડફેટે લીધી હતી. તે દરમિયાન દશરથસિંહ બાઈક પરથી નીચે ફંગોળાઈ જતાં શરીરે ફેકચર તેમજ છોલછાભ જેવી ઇજાઓ પહોચી હતી. ઇજાગ્રસ્તને ભુજ કચ્છ ઓરથોપેડિક હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.