ઇસરી પોલીસે મારુતિ 800 કાર માંથી ઇંગ્લિશ દારૂ રૂપિયા 25800/- નો માલ જપ્ત કર્યો..

ઇસરી પોલીસે બ્રાહ્મણ કોટડા ગામેથી મારુતિ 800 કાર માંથી જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરી. ઈસરી પોલીસની બાતમીના આધારે વોચ રાખી મારુતિ કાર વડથલી તરફથી આવી રહી અને મેઘરજ તરફ જવાની હોવાથી ઈસરી પોલીસે વોચ રાખી મારતી કાર આવતા સાઇડમાં ઉભી રખાવી હતી કાર ચાલક ભાગવાની કોશિશ કરતા ચાલકને ઘેરી લઈને પકડી પાડવામાં આવ્યો હતો. આમ ઇંગ્લિશ દારૂ અને મારુતિ 800 કારની જપ્ત કરી આરોપી ભમર સિંહ જીવણસિંહ ઓઢવ અમદાવાદ ની ધડ પકડ કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી.