જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ.  

ભચાઉમાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડયા હતા.’ પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ બાતમીના આધારે હિંમતપુરા વિસ્તારમાં ગત સાંજના અરસામાં કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓ’ ઓસમાણ સુલેમાન લુહાર, હાસમ ઈલીયાસ હીંગોરજા, માકુભાઈ અયુબ હીંગોરજા, સાલેમામદ આમદ કુંભાર અને રીટાબેન વેલજીભાઈ કોલી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસ દ્વારા રોકડા રૂ. 32,500, ચાર મોબાઈલ ફોન કિંમત રૂપિયા 28,500,  બાઈક કિંમત રૂપિયા 40,000 મળી કુલ કિંમત રૂપિયા 1,01,000 મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા ભચાઉ સર્વેલન્સ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ છે.