ચુડવા વાંઢમાં જુગાર રમતા 12 મહિલા-પુરુષ ઝડપાયા: 2 ફરાર
ગાંધીધામ બી-ડિવિજન પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે 12 જુગારપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ચુડવા વાંઢમાં રહેતી હસીનાબેન આમદ કોરેજા પોતાના કબજાના રહેણાક મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી ગંજી પાનાં વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 12 મહિલા પુરુષને ઝડપી પાડ્યા હતા. જોકે 2 આરોપી પકડમાં આવ્યા ન હતા. પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 1,17,200 તથા GJ-12-EE-2058 આઈ ટ્વેન્ટી કાર કી.રૂ.4,00,000 મળી કુલ કિ.રૂ.5,17,200નો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- હસીનાબેન આમદ કોરેજા ઉ.વ.40 રહે. ચુડવા વાંઢ
- ગીતાબા કનકસિંહ પરમાર ઉ.વ.40 રહે. આયરવાસ નવી સુંદરપુરી
- નેહાબેન ઉર્ફે નયાનાબેન અનિશભાઈ સોની ઉ.વ.45 રહે. પ્રમુખસ્વામીનગર ભુજ
- હેમલતાબેન શામજીભાઈ પ્રજાપતિ ઉ.વ.46 રહે. શ્રીજી નગર કિડાણા
- પ્રવિણાબા બાબુજી વાઘેલા ઉ.વ.55 આદિપુર
- સુમિત્રાબેન ભરતભાઈ સોની ઉ.વ.52 રહે. સાહુનગર નવા આધોઈ
- જલુબેન હાસમ ચાવડા ઉ.વ.45 રહે. હાજીપીરવાસ મીઠીરોહર
- કુસુમબેન મનોજભાઈ પ્રજાપતિ ઉ.વ.40 રહે. સામખિયારી
- મીનાબેન રમેશભાઈ મહેશ્વરી ઉ.વ.42 રહે. ગાંધીધામ
- રાયમલ મુળજીભાઇ મહેશ્વરી ઉ.વ.52 રહે. ગાંધીધામ
- કરશન રણછોડભાઈ કોલી ઉ.વ.45 રહે. સામખિયારી
- મીનાબા અજીતસિંહ જાડેજા ઉ.વ.54 રહે. યોગેશ્વરનગર કિડાણા
ફરાર આરોપીઓ:
- રાણીબેન મહેશ્વરી રહે. ગાંધીધામ
- કેતનભાઈ સોની રહે. રાવલવાડી