અંજારમાં જાહેરમાં વરલી મટકાનો આંકડનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

અંજાર પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન અંજારના સવાસર નાકા ખેતરપાળ મંદિર સામે તળાવની પાળે ઓટલા પર ખીમજી રાણા આંકડા લેતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ, આંકડો લખેલી ચબરખી, પેન, મોબાઇલ વગેરે મળીને કુલ્લ રૂા. 1210નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીને આ અંગે પૂછતા તેણે સિધિક હુશેન ધોબીને આંકડો લખાવતો હોવાનું જણાવ્યુ હતું. જોકે દરોડો દરમિયાન આરોપી સિધિક હુશેન મળી આવ્યો ન હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપી:

ખીમજી દીપચંદ ચંદારાણા ઉ.વ.60 રહે. અંજાર