ભુજમાં ધાણીપાસાનો જુગાર રમતા બે જુગારી ઝડપાયા : ત્રણ નાસ્યા
ભુજ શહેરમાં જાહેરમાં ધાણીપાસા વડે રમાતા જુગાર પર પોલીસે દરોડા પાડતા બે ઝડપાઇ ગયા હતા, જ્યારે ત્રણ ખેલી નાસી છૂટયા હતા.
એ-ડિવિઝન પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ આજે સાંજે મુંદરા રોડ પરના રિલાયન્સ મોલની સામે પશુ ચિકિત્સાની દિવાલ પાછળ બાવળની ઝાડીમાં જાહેરમાં ધાણી પાસા વડે જુગાર રમતા જયેશ મૂળશંકર ગોર (લાયન્સ નગર-ભુજ) અને અનિલ લવજીભાઇ સોની (મિરજાપર)ને રોકડા રૂા. 15 હજાર તથા બે મોબાઇલ કિં. રૂા. 10 હજાર એમ રૂા. 25 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે દીપક રમેશભાઇ રાવલ, દિલીપ બભુભાઇ ઠક્કર અને મુનો મહેશ બાવાજી (રહે. ત્રણે ભુજ) નાસી છૂટયા હતા.’ એ ડિવિઝિન પોલીસે’ પાંચે જુગારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.