મુન્દ્રા પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને ઝડપ્યો

મુન્દ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાંકલ બજાર પાસે આવતા તેમણે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, રમજાન સીધીક જુણેજા વાંકલ બજાર પાસે હોટલના ઓટલા પાસે બેસી જાહેરમાં મિલન બજારના આંકડા લખી આંક ફેરનો જુગાર રમી રમાડી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી આરોપીને ઝડપી પાડી આરોપી પાસેથી બુક પેન તથા રોકડા રૂપિયા 1740 કબ્જે કર્યા હતા. પોલીસે આરોપી રમજાન સીધીક જુણેજા વિરુદ્ધ જુગારધારા કલમ 12(અ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપી:

  1. રમજાન સીધીક જુણેજા ઉ.વ.26 રહે. સુખપર વાસ મુન્દ્રા