કંડલા પો.સ્ટે. વિસ્તારમાં પંડિત દિનદયાલ પોર્ટ ઓથોરિટીનાં વર્કશોપમાંથી થયેલ પંખાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વે -કચ્છ, ગાંધીધામ
દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ખુલ્લા વર્કશોપમાંથી રૂા.1.68 લાખની કિંમતના પંખાની ચોરી થઈ હતી.આ પ્રકરણમાં પૂર્વકચ્છ એલ.સી.બી.એ’ પોલીસે એક આરોપીને ધરપકડ કરી ચોરાયેલો માલ પરત મેળવી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. ગત તા.12/4થી તા.24/4 સુધીના અરસામાં વર્કશોપમાંથી પાંચ પ્રોપીલર (પંખા)ની ચોરી થઈ હોવાનો મામલો’ કંડલા પોલીસ ચોપડે નોંધાયો હતો. એલ.સી.બી. પોલીસે પૂર્વબાતમીના આધારે આરોપી મહેશ ઉર્ફે ભાનુ વેલજીભાઈ ભાનુશાળી (રહે.ખોડીયારનગર,ગાંધીધામ)ની ધરપકડ’ કરી તેની પાસે પ્રોપીલર(પંખા) વજન 216 કિ.ગ્રા. કિં.રૂા.1,81,872 તથા ટાટા કંપનીની જેનોન ગાડી જીજે.18.એટી.1236 કિં.રૂા.2 લાખ સાથે કુલ રૂા.3,81,872ના મુદામાલ સાથે ધરપકડ કરી આરોપીને આગળની કાર્યવાહી માટે કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે,પોલીસે ઉમેર્યું હતુ કે’ આરોપી અબ્દુલ હાજીમામદ પરાર(રહે.ખારીરોહર) એ ચોરેલો મુદામાલ આરોપી મહેશના ખોડીયારનગર ખાતે આવેલા વાડામાં સંતાડયો હતો. ચોરીના કૃત્યમાં સામેલ આરોપી અબ્દુલને પકડી પાડવા પોલીસે ચક્ર ગતિમાન કરી વધુ તપાસ આરંભી છે.’.
આ કામગી૨ી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા, પોલીસ સબ ઈન્સપેક્ટર એસ.એસ.વરૂ, વી.આર.પટેલ તથા એલ.સી.બી. જટાફ દ્વારા કરવામા આવેલ છે.