જખૌમાં પરચુરણ ની કેબીન માં અચાનક આગ લાગી
અબડાસા તાલુકાના જખૌ ગામ માં કસ્ટમ ઓફીસ ની સામે આવેલી ઉમર સાંયા કોલી ની પરચુરણ ની કેબિનમાં અચાનક આગ લાગી ગયેલ. આગ લાગવાથી ધુમાળાઓ ઊંચે નીકળતા, અચાનક આગ પર પાણી નાખવા માટે દોડધામ લાગી ગયેલ. ઉમર સાંયા કોલીએ જણાવેલ કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ ચોરી કરવાના ઈરાદાથી આગ લગાવેલ છે, કેબિનમાં 20 રૂપિયા જેટલો પરચુરણ સમાન પડેલ હતો, જે આગ માં ખાક થઈ ગયેલ. જખૌ પોલીસને બનાવની જાણ થતાં, સ્થાનિકે રૂબરમાં આવીને આગ લાગવાના કારણો માટે આગળની તપાસ માટે નોંધ લઈ, આગળની કાર્યવાહી કરેલ.