ભુજમાં એક્ટિવા સ્લીપ થઈ જતાં યુવાન વેપારીનું મોત નીપજયું
ભુજના કોડકી રોડ ચોકડી પાસે રાત્રે એકિટવા સ્લીપ થઇ જતાં ભુજના યુવાન વેપારી મનીષ દુર્ગાદાસ પંજવાણી (ઉ.વ.42)નું મૃત્યુ નીપજયું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર અક્ષર રેસિડેન્સી મધ્યે રહેતા અને બસ સ્ટેન્ડ પાસે રસમંદિર નામની આઇક્રીમની દુકાન ધરાવતા યુવાન વેપારી મનીષભાઇ માતાને એકિટવાની પાછળ બેસાડી દવા લેવા માટે જતાં હતા તે દરમિયાન કોડકી રોડ ચોકડી પાસે પહોચતા તેમનું એક્ટિવા સ્લીપ થયું હતું. આ ઘટનામાં મનીષભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. તેમજ આ ઘટનામાં તેમના માતાને પણ ઈજાઓ પહોચી હતી. તેમને સારવાર અર્થે જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.