નાડાપાની ખાણમાં 21 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યો…
નાડાપાની ખાણમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા લોડાઇના 21 વર્ષીય યુવાક રિતેશભાઇ હરિભાઇ ચાડે લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણી દીધો હતો.
લોડાઇના 21 વર્ષીય યુવાન હિતેશભાઇ હરિભાઇ ચાડે સવારે 11 વાગ્યાના સમયગાળામાં કોઇ અગમ્ય કારણોસર ખાણ પાસેના ખેતરમાં લીમડાંના ઝાડમાં રસ્સો બાંધીને ગળેફાંસો ખાઇ મોતને વ્હાલું કરી લીધું હતું. આથી હિતેશભાઈને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે હિતેશભાઈને મૃત જાહેર કર્યા હતા. પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.