નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન મહિલાના મોબાઈલની ચોરી

મિરજાપર રોડ પર સ્વામિનારાયણ મંદિરના નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન  સેવા કાર્યમાં જોડાયેલ  મહિલાના 20 હજારના મોબાઈલ ફોનની ઉઠાંતરી થઈ જતાં ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ  છે.

આ અંગે કિન્નરીબેન હસમુખલાલ ઉમરાણિયાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે,  સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં તેઓ દરરોજ સેવા કરવા જતા હતા. તા. 17/4ના પ્રદર્શન કામમાંથી રાત્રે નવેક વાગ્યાના સમયગાળામાં પોતાની બાજુમાં રાખેલો રૂા. 20 હજારની કિંમતનો મોબાઈલ કોઈ અજાણ્યા ચોર લઈ ગયો હતો. ફરિયાદીએ અરજી બાદ આજે વિધિવત મોબાઈલની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.