ભુજ તાલુકાના નાગીયારી ગામે મુજ નખત્રાણા હાઈવે પર મોકાની જગ્યા ૫૨ કુલ ૪ ઈસમો ધ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી આશરે પપ૨૫ ચો.મી. જમીન પર વાણિજયક દબાણ કરવામાં આવેલ હતુ,
ભુજ તાલુકાના નાગીયારી ગામે મુજ નખત્રાણા હાઈવે પર મોકાની જગ્યા ૫૨ કુલ ૪ ઈસમો ધ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી આશરે પપ૨૫ ચો.મી. જમીન પર વાણિજયક દબાણ કરવામાં આવેલ હતુ, જે જમીનની આશરે બજાર કિંમત રૂા. ૨૭,૫૦,૦૦૬ જેટલી થાય છે. ઉકત દબાણ દુર કરવા અત્રેથી દબાણદારોને ધોરણસર નોટીશ આપવામાં આવેલ હતી. તેમ છતાં ઉક્ત દબાણો દુર ન થતાં આજરોજ અત્રેથી માન. ક્લેકટર સાહેબશ્રી કચ્છની સુચનાથી નાયબ કલેકટર સાહેબશ્રી ભુજના માર્ગદર્શન તળે ધોરણસર દબાણ દુર કરવામાં આવેલ છે. આ કાર્મ માનકુવા પોલીસ સ્ટેશન ધ્વારા કાયદો વ્યવસ્થા જાળવવામાં આવેલ હતા. ઉક્ત કામગીરી મામલતદાર ભુજ ગ્રામ્ય તથા તેમના સ્ટાફ, માર્ગ અને મકાન વિભાગ રાજય, પોલીસ ખાતુ, પીજીવીસીએલ દ્વ્રારા કરવામાં આવી હતી. સ્થાનિકે કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી. આ પ્રકારની દબાણ હટાવવાની કાર્યવાહી તંત્ર ધ્વારા નિયત સમયાંતરે ચાલુ રાખવામાં આવશે. તથા જે ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવે છે. તેઓને કબ્જો છોડી દેવા તાકીદ કરવામાં આવે છે.
