એક વર્ષમાં કબ્જે કરવામાં આવેલ ૬.૫૬ કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરતી મુંદ્રા તથા મુંદ્રા મરીન પોલીસ

મે. પોલીસ મહાનીરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ મુંદરા વિભાગ મુંદરા નાઓએ સુચના કરેલ કે, છેલ્લા એક વર્ષમાં કબ્જે કરવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશીદારૂ જથ્થો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી દારૂ નાશની કાર્યવાહી હાથ ધરવી.

જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ મુંદરા વિભાગ મુંદરાનાઓના માર્ગદર્શન મુજબ મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.એમ.રાણા નાઓએ નામદાર મુંદરા કોર્ટમાંથી હુકમ મેળવી સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ સાહેબ મુંદરાનાઓએ મંજુરી આપી સમય ફાળવતા આજરોજ સબ ડીવીઝન મેજીસ્ટ્રેટશ્રી બી.એચ.ઝાલા તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ગૌતમ વિવેકાનંદન મુંદરા વિભાગ મુંદરા તથા નશાબંધી આબકારી અધિકારીશ્રી એસ.પી.મારૂ તથા મુંદરા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એચ.એસ.ત્રિવેદી નાઓની રૂબરૂમાં નિયમોનુસાર મુંદરા પોલીસ સ્ટેશન ગુ.૨.ન.૧૧૫૫/૨૦૨૫, ૧૩૪૯/૨૦૨૫, ૧૩૯૮/૨૦૨૫, ૧૪૧૬/૨૦૨૫, ૧૭૭૩/૨૦૨૫, ૧૬૯૯/૨૦૨૫, ૧૭૦૪/૨૦૨૫, મુજબના ગુનાઓમાં કબ્જે લેવામાં આવેલ ભારતીય બનાવટની વિદેશીદારૂ(IMFL) ની કુલ બોટલો નંગ-૫૨,૦૫૨/- જેની કિ.રૂ.૫,૦૯,૩૭,૩૦૦/- તથા બીયરના ફુલ ટીન નંગ-૬૮,૬૧૯ જેની કિ.રૂ.૧,૪૬,૫૫,૭૪૦/- એમ કુલ્લે ૬,૫૫,૯૩,૦૪૦/- રૂપિયા તેમજ મુંદરા મરીન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૪૬૦/૨૦૨૫ મુજબના ગુના કામે કબ્જે લીધેલ વિદેશીદારૂની બોટલ નંગ-૨૬ કિ.રૂ.૨૮,૬૦૦/- તથા બીયર નંગ-૫૫ કિ.રૂ.૧૧,૫૫૦/- જે કુલ કિ.રૂ.૪૦,૧૫૦/- એમ કુલ્લે ૬,૫૬,૩૩,૧૯૦/- રૂપિયાના વિદેશીદારૂના જથ્થાનો નાશ કરેલ છે.