નંદાસરમાં 5000 ની લાંચ લેનાર બેંક અધિકારીને એસીબી પોલીસે રંગે હાથ ઝડપ્યો
રાપર તાલુકાના નંદાસણમાં 5,000 ની લાંચ લેનાર બેંકના પ્રતિનિધિને પૂર્વ કચ્છ એસીબી પોલીસે છટકુ ગોઠવીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
ફરિયાદી bank of baroda માં રૂપિયા 1.40 લાખની લોન લીધી હતી જેની ભરપાઈ થઈ ગયા બાદ તેનું ના વાંધા પ્રમાણપત્ર મેળવવા માટે રિકવરી ઓફિસર ઓમકારમલ પરબતમલ સૈનિએ 5,000 ની લાંચ ની માંગણી કરી હતી. જેથી પૂર્વ કચ્છ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ વાઘેલાએ ફરિયાદીની સાથે છટકુ ગોઠવી આરોપીને રંગે હાથ ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. આ છટકામાં પોલીસને સફળતા મળી હતી. છટકા દરમિયાન રાપર બેંક ઓફ બરોડા ના રિકવરી ઓફિસર ઓમકારમલ પરબતમલ સૈનિક રોકડા રૂપિયા 5,000 ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. આ આરોપીને પકડીને પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે