કચ્છનો સૌથી રમણીય માંડવી બીચ કાળમુખો બન્યો.
કચ્છનો સૌથી રમણીય માંડવી બીચ કાળમુખો બન્યો. આજે સાંજે બીચમાં નહાવા પડેલા ત્રણ યુવકોમાંથી એક યુવક ડૂબી જતાં મોત થઈ હતી. અન્ય બે યુવાનોને સ્થાનિક લોકો દ્વારા સમયસર બહાર કાઢી લેતા તેમનો જીવ બચી ગયો હતો. મૂળ મુન્દ્રાનો 18 વર્ષીય યુવાન ડૂબી ગયા બાદ તેની બોડી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે માંડવી બીચ પર લાઇફગાર્ડ નિમવા અનેક વખત સ્થાનિકે રજૂઆત કરવામાં આવી છે પરંતુ લાઈફગાર્ડના અભાવે આજે એક નવયુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.