ગાંધીધામમાં જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડી 10,300નો મુદ્દામાલ કબ્જે કરતી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ભારતનગર રેલ્વે પાટા પાસે અમુક શખ્સો ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી રોકડા રૂ.10,300નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12 અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં પોલીસ હેડ. કોન્સ.નરસિંહભાઈ પઢીયાર તથા પોલીસ કોન્સ. જગદીશભાઈ ખેતાભાઈ તથા પોલીસ હેડ.કોન્સ. યોગેશભાઈ ગોવિંદભાઈ ચૌધરી સહિતનાઓ જોડાયા હતા.
પકડાયેલ આરોપીઓ:
- રમેશભાઈ દામજીભાઇ સથવારા ઉ.વ.53 રહે. ગાંધીધામ
- શામજીભાઈ બીજલભાઈ સથવારા ઉ.વ.55 રહે. ગાંધીધામ
- મહેન્દ્રકુમાર સોમાચંદભાઈ સોલંકી ઉ.વ.44 રહે. ગાંધીધામ