રાપર તાલુકાના માખેલ ગામે પશુ ચરાવવા મુદે મારામારી થતા આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

માખેલના હનુમાનજી મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો. ખેતરમાં ગૌવંશ ઘુસી જતા તેની નુકસાની મુદે આ બનાવ બન્યો હતો. આરોપી સાગર નરભેરામ મારાજ, હરિ નરભેરામ મારાજ, દેવા નરભેરામ મારાજ, નેણશી નથુ મારાજ, ભરત બળદેવ મારાજે લાકડી, ધારિયા અને છુટ્ટા પથ્થરો વડે હુમલો કરી બનાવના ફરિયાદી રણછોડ વેલા ભરવાડ તથા સુરેશ, રમેશ શકતા ભરવાડ અને બાબુ જોધા ભરવાડને ઈજાઓ પહોંચી હતી. બનાવમાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે