હનીટ્રેપમાં યુવાનને ફસાવી કરોડો રૂપીયાની માંગણી કરતા ભોગબનનાર યુવાન પ્રેરણના કારણે નખત્રાણા પો.સ્ટે. વિસ્તારમાં ગળે ફાસો ખાઇ મરણ ગયેલ જે હનીટ્રેપમાં મુખ્ય આરોપણ મહિલાનો પાલારા ખાસ જેલ ખાતેથી કબ્જો સંભાળતી લોકલ ક્રાઈમ બ્રાંન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

નખત્રાણા પોસ્ટેમા ગુના રજીસ્ટર નંબર – ૧૧૨૦૫૦૩૫૨૩૦૫૨૪ કલમ – ૩૦૬,૩૮૯, ૧૨૦(બી)૩૪ મુજબ ગઈ તા.૦૫/૦૬/૨૦૨૩ ના રોજ ગુનો રજીસ્ટર થયેલ આ ગુનાના આરોપીઓએ ભેગા મળી એકસંપ થઈ અગાઉથી ગુનાહીત કાવતરૂ રચી દિલીપભાઇ ભગુભાઇ ગાગલ રહે.ઢોરી તા.ભુજ વાળા પાસેથી રૂપીયા ૪ (ચાર) કરોડ જેવી રકમ બળજબરીથી કઢાવી લેવાનો સમાન ઇરાદો પાર પાડવા આરોપીઓ પૈકી એક આરોપીને તૈયાર કરી આયોજન પૂર્વક મીત્રતા કેળવી દિલીપભાઇ ભગુભાઇ ગાગલ સાથે હાઇલેન્ડ રીસોર્ટ ખાતે જઈ હનીટ્રેપમાં ફસાવી દુષ્કર્મની ફરીયાદનો ભય બતાવી સહ આરોપીઓના કહ્યા મુજબ રૂપિયાની માંગણી કરતાં દિલીપભાઈને મરવા માટે દુસ્પ્રેરણ કરેલ જે બાબતનો ગુનો દાખલ થયેલ.

જેથી પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધીક્ષક શ્રી ડો.કરનરાજ વાઘેલા પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તમામ આરોપીઓની અટક કરવા માટે સુચના આપેલ.

આજરોજ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમ સાથે પાલારા ખાસ જેલ ખાતે જઇ નામદાર કોર્ટના ટ્રાન્સફર વોરંટ આધારે આરોપણ મહિલા મનિષા વા/ઓ ગજ્જુગીરી ગોસ્વામી વાળીનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરેલ છે. * પકડાયેલ આરોપીનું નામ

મનિષા વા/ઓ ગજ્જુગીરી ડો/ઓ નવીનગીરી બેચરગીરી ગોસ્વામી ઉવ.૪૦ રહે.મુળ ૩૦૨, અનુકુલ કોમ્પલેક્ષ-બી કોપરલી રોડ, તા.વાપી જી.વલસાડ હાલે રહે-પાલારા ખાસ જેલ, ભુજ-કચ્છ