ગાંધીનગરમાં વાદળોના ગળગળાટ સાથે વરસાદનું થયું આગમન
પાંચ દીવસીય ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈ કાલ સાંજથી ગાંધીનગરમાં ઝડપી વરસાદનું આગમન થયું છે. ત્યારે આજ સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. સ્ટેટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનાં સત્તાવાર આંકડા પર નજર ફેરવીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગાંધીનગર શહેરમાં સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા ચારેક દિવસથી રાજય ભરમાં વરસાદે તહેલકો મચાવી દીધો છે. ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ પડવાના કારણે નગરજનો અસહ્ય કંટાળાનો અનુભવ કરી રહ્યા હતા. ત્યારે ગઈકાલે સાંજે અચાનક જ ગાંધીનગરના વાતાવરણમાં પરીવર્તન જોવા મળ્યું હતું તેમજ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેનાં કારણે શહેરમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. અંડર બ્રીજમાં પાણી ફરી વળતા વાહન ચાલકોને સ્થળાંતર કરવામાં મુશ્કેલી થઈ રહી હતી. આજે સવારથી પણ ગાંધીનગર ખાતે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગાજ વીજ સાથે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગર શહેરમાં જોવા મળ્યો છે. તેમજ સૌથી ઓછો વરસાદ દહેગામમા પડ્યો છે.