જર્મની ખાતે યોજાયેલ ઓલમ્પિક્સ સમર ગેમ્સમાં ગુજરાતનાં મનોદિવ્યાંગોએ 14 મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું
હાલમાં જર્મની ખાતે યોજાયેલ ઓલમ્પિક્સ સમર ગેમ્સમાં ગુજરાતનાં મનોદિવ્યંગોએ 14 મેડલ જીતીને રાજ્યને પ્રતિષ્ઠામાન કર્યું છે. યોજાયેલ ઓલમ્પિક્સ સમર ગેમ્સમાં કુલ 190 જેટલા દેશના 7000 થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો જેમાં ગુજરાત રાજયમાથી 14 અથ્લેટ અને 10 કોચે ભારતનું ગૌરવ વધાર્યું હતું. ગેમ્સ શરૂ થતાં પહેલા જ દુનિયાભરમાંથી આવેલા ડેલિગેશન માટે હોસ્ટ ટાઉન પ્રોગ્રામ યોજવામાં આવેલ હતો. ત્યારે જ ગુજરાતીઓની ખાસીયત કહી શકાય એમ ગુજરાતી સ્પર્ધકોએ ગરબા કરીને બધાના દીલ જીતી લીધા હતા. ત્યાર બાદ 17 થી 25 જૂન સુધી યોજાયેલ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈ તેમજ મેડલ જીતી ગુજરાત તેમજ ભારતને નામાંકીત કર્યા છે.