મુંદ્રા ખાતે આવેલ અદાણી પોર્ટમાં 19.35 લાખના પંખાની તસ્કરી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
copy image
મુંદ્રા ખાતે આવેલ અદાણી પોર્ટના કર્મચારીએ તેના પાંચ સાગરીત સાથે મળીને અદાણી પોર્ટના બે નંબરના ટર્મિનલ પર આફ્રિકા મોકલવાના કન્ટેનરમાંથી 950 સિલિંગ ફેન તેમજ ફેનની 50 મોટર એમ કુલ કિ. 19,35,000 ની તસ્કરી કરી હતી. આ મામલે અદાણી પોર્ટના સિનિયર સિક્યુરિટી ઓફિસર મનોજ રમેશસિંગ કુશવાહા દ્વારા ગત દિવસે મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત દિવસે સવારના અરસામાં ટર્મિનલ-2માં કન્ટેનરની ચેકિંગ દરમીયાન કન્ટેનરનો દરવાજો અડધો ખૂલેલો જણાયો હતો અને આસપાસ ઇલબી કંપનીના સિલિંગ ફેનના બોક્ષ વેરવિખેર હાલતમાં જોવા મળ્યા હતા, જે અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરી અને આ કન્ટેનર અંગે જાણકારી મેળવતા આ કન્ટેનર 25/8ના તુઘલખાબાદ-દિલ્હીથી આવ્યો હોવાનું સામે આવ્યું હતું, અને જે ઘાના (વેસ્ટ આફ્રિકા) જવાનો હતો.
આ અંગે વધુ તપાસ કરતાં મુંદ્રા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ચોરીનો માલ ભાડાની દુકાનમાં રાખવામા આવેલ છે. મળેલ બાતમીના આધારે ચોરાઉ માલ સાથે આરોપીઓને પોલીસે ઝડપી પડ્યો હતો. મુંદ્રા પોલીસે બાતમીના આધારે આરોપીએ ફર્ન હોટેલની નજીક આવેલી મીરા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાથી હાજર મળેલા આરોપી સાથે ચોરાઉ માલ જપ્ત કર્યો હતો.