અંજાર ખાતે આવેલ વરસામેડીમાં યુવતીને અર્ધબેભાન કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સને પોલીસે રાઉન્ડઅપ કર્યો

copy image

 અંજાર ખાતે આવેલ વરસામેડીની સીમ વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં એક યુવતીને ગોળીમાં કેફી દ્રવ્ય પિવડાવી અર્ધબેભાન કરી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધનારા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. મળતી માહિતી મુજબ વરસામેડીની સીમમાં આવેલી બાગેશ્રી સોસાયટીમાં રહેનાર આરોપીના ઘરે આ યુવતી બનાવના દિવસે જમવાનું લઇને ગયેલ હતી ત્યારે યુવતીનું માથું દુખતું હોવાથી આરોપીએ કેફી દ્રવ્યની ગોળી પાણી સાથે આ ભોગ બનનારને આપેલ હતી. યુવતી અર્ધબેભાન થઇ જતાં આરોપીએ તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આ અપરાધના આરોપીને રાઉન્ડઅપ કરી લીધો જાણવા મળ્યું છે.